કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો ચોખ્ખો નફો 64.66% વધ્યો, આવક 24 ટકા વધી

Q1 Results: કુલ બિઝનેસ વાર્ષિક ધોરણે 15.58% વધીને રૂ. 12,584 કરોડ છે. નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નેટ એનપીએ ઘટીને 1.37% થઈ છે.

Q1 Results
અમદાવાદ 2016માં કામગીરી શરૂ કરનાર ભારતની પ્રથમ સ્મોલ ફાઇનાન્સ બેન્ક કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ જૂન 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેની બિન-ઓડિટેડ નાણાંકીય પરિણામોની જાહેરાત કરી હતી. ગ્રોસ એડવાન્સિસ અને થાપણોમાં વૃદ્ધિના પગલે કુલ બિઝનેસ ગ્રોથ વાર્ષિક ધોરણે 15.58% વધીને રૂ. 12,584 કરોડ થયો છે.

નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઓપરેશન્સમાંથી ચોખ્ખી કુલ આવક વાર્ષિક ધોરણે 24.17% વધીને રૂ. 202 કરોડ થઈ છે જે નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 163 કરોડ હતી. ચોખ્ખો નફો 64.66% વધીને રૂ. 30 કરોડ નોંધાયો છે.

જે ગતવર્ષે રૂ. 18 કરોડ હતો. સ્મોલ ફાઈનાન્સ બેન્કની શેરદીઠ કમાણી 63.36% વધીને રૂ. 8.74 થઈ

કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્કના એમડી અને સીઈઓ સર્વજીત સિંહ સમરાએ જણાવ્યું હતું કે, “અમારી ટીમનું સમર્પણ અને કુશળતા, અમારા પ્રતિષ્ઠિત ગ્રાહકો દ્વારા અમને આપવામાં આવેલ વિશ્વાસ અને અમારા હિતધારકો પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતા, આ બધું અમારી નાણાંકીય સિદ્ધિઓમાં પ્રતિબિંબિત છે. કંપનીએ મજબૂત નફો નોંધાવ્યો છે. અમે સતત વિકસતા નાણાંકીય લેન્ડસ્કેપને નેવિગેટ કરવાનું ચાલુ રાખતાં અમારા હિસ્સેદારો માટે લાંબા ગાળાના મૂલ્યનું નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.”

થાપણો 15 ટકા વધી
નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં થાપણો 14.64% વધીને રૂ. 7,064 કરોડ થઈ જે નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 6,162 કરોડ હતી

નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગ્રોસ એડવાન્સિસ 16.81% વધીને રૂ. 5,519 કરોડ થયા જે નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળા રૂ. 4,725 કરોડ હતા.

પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ નેટવર્થ 28.81% વધીને રૂ. 691 કરોડ થઈ, જે ગતવર્ષે રૂ. 536 કરોડ હતી.

એસેટ ક્વોલિટી અને કેપિટલ

  • જૂન ત્રિમાસિકમાં મૂડી પર્યાપ્તતા ગુણોત્તર 19.51%ની સરખામણીમાં નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં વધીને 20.81% થયો છે.
  • ગ્રોસ એનપીએ તથા નેટ એનપીએ અનુક્રમે 2.81% અને 1.37% રહી હતી.
  • પહેલા ત્રિમાસિક ગાળામાં રિટર્ન ઓન એસેટ્સ વધીને 1.43% અને ઇક્વિટી પરનું વળતર વધીને 18.50% થયું છે.

બેન્ક સંપત્તિ અને જવાબદારીની બાજુએ બેન્કિંગ પ્રોડક્ટ્સની શ્રેણી ઓફર કરે છે. તેના એસેટ પ્રોડક્ટ્સમાં મુખ્યત્વે કૃષિ લોન, એમએસએમઈ અને ટ્રેડિંગ લોન (વર્કિંગ કેપિટલ, મશીનરી લોન વગેરે) અને મોર્ટગેજ (હાઉસિંગ લોન)નો સમાવેશ થાય છે. તે તેના ગ્રાહકો માટે પ્રાથમિક બેંકર બનવાનું લક્ષ્ય રાખે છે અને (1) અમારી પ્રોડક્ટ ઓફરિંગના સમૂહ દ્વારા આ ઉદ્દેશ્યને હાંસલ કરવાનો પ્રયાસ કરે છે; (2) ગ્રાહક સેવા અભિગમ; (3) દૂર સુધી વિસ્તરેલું ફિઝિકલ બ્રાન્ચ નેટવર્ક; અને (4) સર્વિસ ડિલિવરીની ડિજિટલ ચેનલો વિકસિત કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top