પરિવર્તન સંસાર નો નિયમ છે એ વાત આપણે બધા જાણીયે છે. છતાં કેટલાય લોકો સમય અને સંજોગ ને બાંધી રાખવાની કોશિશ કરે છે.
પરિવર્તન ના પ્રવાહ ને નિત્ય માનતા લોહાણા ટાઈમ્સ સમય સાથે તાલ મેળવી એક અભૂતપૂર્વ પરિવર્તન ના પ્રવાસી બનવા જઈ રહ્યું છે.
છેલ્લા 12 વર્ષ મા થાણા મહાજન ની અનેક ઘટના ને તેના મૂળ સ્વરૂપ મા આપની સમક્ષ રજુ કરી સત્ય ને ઉજાગર કરવાનું કાર્ય કર્યું છે.
આવતા સમય મા લોહાણા ટાઈમ્સ સત્ય સાથે સમાચાર ને પણ મહત્વ આપશે. સમાજ મા થતા કર્યો વ્યક્તિ વિશેષ તેમજ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ નો સમાવેશ કરશે. લોહાણા ટાઈમ્સ ની સેવા વિસ્તૃત થશે તેનો દાયદો દરિયા પાર પહોંચશે.
લોહાણા સમાજ ની યુવા વર્ગને જોડી રાખી પરંપરા જાળવી પરિવર્તન ની દિશા અને દશા બદલવા કાર્યશીલ રહેશે.
લોહાણા જ્ઞાતિ ના વટવૃક્ષ ના મજબૂત મૂળિયા ના આધારે બદલાતી મોસમ ના મિજાજ ને અનુરૂપ અને આગામી પેઢી ને જ્ઞાતિ મૂલ્યો ની વૈભવ ને લોકો સુધી લઇ જવા નું કાર્ય કરશે.
આ બધામાં આપનો સાથ અનિવાર્ય છે અને આવકાર્ય છે.
સાથે મળીને સાથે રહીને કંઈક અવનવું અનેરું અને અદભૂત પ્રવાહના પ્રણેતા બનીશું, પ્રવાસી બનીશુ અને પ્રેરણા બનીશુ.
વાંચતા રહો, વિચારતા રહો અને વિસ્તાર કરો.
રાહ જુવો સુખદ આશ્ચર્ય ની, અપાર આનંદ ની અને જ્ઞાતિ એકતા ની અનુભતી કરાવતા પરિવર્તન ની.